જીવન અને સબંધ - એક પરિચય
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
મારા વોટ્સએપ ઉપર આવેલા આજ સુધીના સૌથી સરસ માનો એક સરસ ને સાચો મારા અંતરમન ને સ્પર્શી ગયેલો મેસેજ તમારી સૌ સાથે *શેર* કરું છું.
આપને યોગ્ય અને સારો લાગે તો બીજા ગ્રુપમાં શેર જરૂર કરશો.
*🙏 પ્રભુ મહાવીરનો કર્મવાદ 🙏*
👉 આપણી સાવ નજીદીકની વ્યક્તિઓ જ
આપણને વધું દુઃખ આપતી હોય છે.
તેનું કારણ શું ?
અને તેવે વખતે શું કરવું ?
👉 જેની સાથે સૌથી વધુ *પ્રેમ સંબંધ* ને
સૌથી વધુ *દ્વેષ સંબંધ* ભોગવવાના
બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી
સૌથી *નજદીક* આવે છે.
બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.
👉 લેણદેણનાં સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતુ નથી.*
👉 કોણ આપણાં *મા-બાપ* બનશે ?
કોણ *જીવનસાથી* ?
કોણ *ભાઈ - બહેન* ?
👉 કોણ *પુત્ર-પુત્રવધુ* ?
કોણ *દીકરી-જમાઈ* ?
કોણ *પાડોશી* ?
કોણ *સગાં-વ્હાલાં* ?
👉 આ બધું જ
*આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે*
નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે
આ મારાં સગાં બન્યાં છે તે પણ
*મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે*
તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે.
👉 તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક
એ જીવ સાથે વેર બાંધ્યું હશે.
👉 ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ
*હું ક્યાં જાણું છું કે પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.*
👉 આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે
*હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું*
તો જ *આ વેરની ગાંઠ ભેદાશે.*
👉 *નહિ તો જન્મોજન્મ ચાલી આવશે.*
👉 પ્રભુ મહાવીરનો *કર્મવાદ* સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો.
*મને આ દુઃખ સમતાભાવે વેઠવાની, હે... પ્રભુ, શક્તિ આપ... શક્તિ આપ...*
👉 ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.
👉 આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગ અને પ્રેમના સંબંધોનો ઉદય થાય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગનાં કર્મોનો ગુણાકાર થઈ જશે.
👉 જ્યારે દ્વેષના કર્મનો ઉદય થાય અને દુશ્મનાવટ થાય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી.
👉 બંને સંબંધો સમતાભાવે વેઠવા. વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી. કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો ? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ.
👉 ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને દોષ દેવાનો કોઈ મતલબ નથી.
👉 મારાં નસીબમાં આમ બનવાનું જ હતું. માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ હસતે મોઢે સ્વીકાર કરવું.
👉 આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું.
👉 *ખુદ મહાવીર ભગવાનને એમનાં દીકરી-જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં.*
તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો ?
*જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત ?*
👉 તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરના ને તો શું પડી હોય ?
👉 *પાર્શ્વનાથ ભગવાન* ને *એમના સગા ભાઈનો જીવ, આઠ-આઠ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો.*
👉 ગાંધીજીને આખી દુનિયા માન આપે છે,
*તેમનો ખુદનો દીકરો* જ તેમના *વિરુદ્ધમાં* હતો.
👉 *ઈસુ ખ્રિસ્ત* ને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા.
👉 આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે
*કસોટી તો હંમેશા સોનાની જ હોય ને થાય , પિત્તળની ના હોય.*
👉 અગર હું પિત્તળની કક્ષામાં છું,
તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું .
*જો હું સોનાની કક્ષામાં છું તો જાતને ભગવાનને ભરોસે છોડી દેવી.*
👉 આ જીવ કરોડો વર્ષોના *સંસ્કાર* સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ *તે વ્યક્તિ ઉપર કે નિમિત્ત ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય,*
તેમ છતાંય દર વખતે બને તેટલાં *જલ્દી ભાનમાં આવી* જઈ સંસારમાં *વખતોવખત હૃદયથી સગા-વ્હાલા કે દુશ્મનની પણ "ક્ષમા" માંગી લેવી.*
*🙏 બને તેટલું આત્મભાવમાં લીન થવું તેથી કર્મ વેઠાશે.*
*આ લેખ ખુબ જ નિરાંતે વાંચજો*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો