બી વોટર, માય ફ્રેન્ડ — પુસ્તક સારાંશ

છબી
પુસ્તકનો પરિચય Be Water, My Friend માત્ર પ્રેરણાત્મક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની એક ઊંડી અને વ્યવહારિક ફિલસૂફી છે. આ પુસ્તક ના પ્રખ્યાત વિચાર: “Be Water, My Friend” “પાણી જેવા બનો, મારા મિત્ર” પર આધારિત છે. લેખિકા એ બ્રુસ લીના જીવનના અનુભવો, વિચારો અને શિક્ષણોને આધુનિક જીવન સાથે જોડીને સમજાવ્યા છે. પુસ્તક આપણને શીખવે છે કે: જીવન સતત બદલાતું રહે છે, પરિસ્થિતિઓ કાયમી નથી, અને જે વ્યક્તિ બદલાવને સ્વીકારી શકે છે, તે જ આગળ વધે છે. પુસ્તકનો મુખ્ય સંદેશ પાણીનો પોતાનો કોઈ સ્થાયી આકાર નથી. તે જે વાસણમાં જાય છે, તેનો આકાર ધારણ કરી લે છે. પણ: તેની શક્તિ ઓછી થતી નથી, તેનું અસ્તિત્વ ખોવાતું નથી. બ્રુસ લી માનતા હતા કે માણસે પણ આવું જ બનવું જોઈએ: પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવો, મુશ્કેલ સમયમાં શાંત રહેવું, જીવનના પ્રવાહ સાથે વહેવું, અને અંદરથી મજબૂત રહેવું. પુસ્તકની મુખ્ય શીખ અને પ્રેક્ટિકલ ઉદાહરણો 1. બદલાવને સ્વીકારવાની ક્ષમતા જ સાચી શક્તિ છે ઘણા લોકો માને છે કે મજબૂત વ્યક્તિ એ છે જે ક્યારેય બદલાતો નથી. પરંતુ બ્રુસ લી અનુસાર: “જે કઠોર છે તે તૂટી જાય ...

॥ૐ॥*- *"પ્રાચીન વૈદિક - સૈદ્ધાંતિક જ્ઞાન પ્રશ્ર્નોત્તરી"* Part 1 અને part ૨



*પ્ર. ૧.* આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ શું હતું? 

*ઉત્તર :* આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ આર્યાવર્ત હતું. 

*પ્ર. ૨.* આપણું ભારતવાસીઓનું પ્રાચીન નામ શું હતું ? 

*ઉત્તર :* આપણું ભારતવાસીઓનું પ્રાચીન નામ આર્ય હતું. 

*પ્ર. ૩.* આપણો ભારતવાસીઓનો પ્રાચીનત્તમ ધર્મ કયો છે ? 

*ઉત્તર :* આપણો ભારતવાસીઓનો પ્રાચીનતમ ધર્મ વૈદિક ધર્મ છે. જે સનાતન ધર્મથી ઓળખાય છે.

*પ્ર. ૪.* આપણા વૈદિકધર્મીઓનો ધર્મગ્રંથ ક્યો છે ? 

*ઉત્તર :* આપણા વૈદિકધર્મીઓનો ધર્મગ્રંથ વેદો છે. 

*પ્ર. ૫.* વેદ કેટલા છે અને કયા કયા ? 

*ઉત્તર :* વેદ ચાર છે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 

*પ્ર. ૬.* વેદ કેટલાં જૂનાં છે ? 

*ઉત્તર :* વેદ ૧,૯૬,૦૮,૫૩, ૧૧૫ વર્ષ જૂનાં છે. (વિ.સં. ૨૦૭૯ માં) 

*પ્ર. ૭,* ચારે વેદોમાં કેટલાં મંત્રો છે ? 

*ઉત્તર :* ચારે વેદોમાં ૨૦૩૭૯ મંત્રો છે. ઋગ્વદમાં ૧૦૫૫૨, યજુર્વેદમાં - ૧૯૭૫, સામવેદમાં ૧૮૭૫ અને અથર્વવેદમાં ૫૯૭૭ મંત્રો છે. 

*પ્ર. ૮.* વેદોની ભાષા કઈ છે ? 

*ઉત્તર :* વેદોની ભાષા વૈદિક સંસ્કૃત છે. લિપિ દેવનાગરી છે.

*પ્ર. ૯.* વેદોમાં કયા વિષયો છે ? 

*ઉત્તર :* વેદોમાં મનુષ્યો માટે આવશ્યક સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન છે. ટૂંકમાં, ઈશ્વર, જીવ, પ્રકૃતિનું વિજ્ઞાન અથવા જ્ઞાન, કર્મ અને ઉપાસનાના 

વિષય છે. 

*પ્ર. ૧૦.* વેદોનું જ્ઞાન મનુષ્યોને કેવી રીતે મળ્યું? 

*ઉત્તર :* વેદોનું જ્ઞાન સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે ચાર ઋષિઓને પ્રદાન કર્યું. 

તેમના નામ અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા હતાં.


*પ્રાચીન વૈદિક સૈદ્ધાંતિક જ્ઞાન* 

*પ્ર. ૧૧.* વેદ ગ્રંથ સ્વરૂપે ક્યારે બન્યાં ? 

*ઉત્તર :* એવી સંભાવના છે કે સૃષ્ટિના આરંભ પછી દીર્ઘ કાળ પછી વેદ ગ્રંથસ્વરૂપે બન્યા. 

*પ્ર. ૧૨.* અનાદિ વસ્તુઓ (પદાર્થ) કેટલી છે ? 

*ઉત્તર :* અનાદિ વસ્તુઓ (પદાર્થ) ત્રણ છે. ઈશ્વર, જીવ અને પ્રકૃતિ. 

*પ્ર. ૧૩.* અનાદિ કોને કહેવાય ? 

*ઉત્તર :* જે વસ્તુઓની ઉત્પત્તિ (પ્રારંભ) ન હોય તે અનાદિ કહેવાય છે. 

*પ્ર. ૧૪.* ઈશ્વરના મુખ્ય કામ કયા કયા છે? 

*ઉત્તર :* ઈશ્વરના મુખ્ય પાંચ કાર્યો છે. (૧) સંસારની ઉત્પત્તિ કરવી, (૨) સંસારનું પાલન કરવું, (૩) સંસારનો વિનાશ કરવો, (૪) વેદોનું જ્ઞાન આપવું અને (૫) સારા ખરાબ કર્મોનું ફળ આપવું. 

*પ્ર. ૧૫.* ઈશ્વરનો અને મનુષ્યોનો સંબંધ શો છે ? 

*ઉત્તર :* ઈશ્વર અને મનુષ્યોની વચ્ચે પિતા-પુત્ર, માતા-પુત્ર, ગુરૂ-શિષ્ય, 

રાજા-પ્રજા, સાધ્ય-સાધક, ઉપાસ્ય-ઉપાસક, વ્યાપક-વ્યાપ્ય જેવા 

અનેક સંબંધ છે. 

*પ્ર. ૧૬.* વેદમાં ઈશ્વરનું સ્વરૂપ કેવું બતાવ્યું છે ? 

*ઉત્તર :* વેદમાં ઈશ્વરને સર્વવ્યાપક, સર્વજ્ઞ, નિરાકાર, ન્યાયકારી, કર્મફળદાતા વગેરે સ્વરૂપયુક્ત બતાવેલ છે. 

*પ્ર. ૧૭.* આ જગત ક્યારે બન્યું? 

*ઉત્તર :* આ જગત ૧,૯૬,૦૮,૫૩,૧૨૩ વર્ષ પૂર્વે બન્યું. (વિ. સં. 

૨૦૭૯, ઈ.સ. ૨૦૨૩ પ્રમાણે) 

*પ્ર. ૧૮.* આ જગત હજુ કેટલાં વર્ષ સુધી ટકશે ? 

*ઉત્તર :* આ જગત ૨,૩૫,૯૧,૪૬,૮૭૭ વર્ષ સુધી ટકશે.

*પ્ર. ૧૯.* રામાયણને કેટલાં વર્ષ થયાં? 

*ઉત્તર :* રામાયણને થયે લગભગ 7000 વર્ષ થયાં. 

*પ્ર. ૨૦.* મહાભારતને કેટલાં વર્ષ થયાં ? 

*ઉત્તર :* મહાભારતને લગભગ પર૦૦ વર્ષ થયાં. 

*પ્ર. ૨૧.* પારસી મત કેટલો જૂનો છે ? 

*ઉત્તર :* પારસી મત લગભગ ૪૫૦૦ વર્ષ જૂનો છે. 

*પ્ર. ૨૨.* યહૂદી મત કેટલો જૂનો છે ? 

*ઉત્તર :* યહૂદી મત લગભગ ૪૦૦૦ વર્ષ જૂનો છે. 

*પ્ર. ૨૩.* જૈન તથા બૌદ્ધ મત કેટલા જૂના છે ? 

*ઉત્તર :* જૈન તથા બૌદ્ધ મત લગભગ ૨૫૦૦ વર્ષ જૂના છે. 

*પ્ર. ૨૪.* શંકરાચાર્યને થયે કેટલાં વર્ષ થયાં ? 

*ઉત્તર :* શંકરાચાર્યને થયે લગભગ ૧૩૦૦ વર્ષ થયાં. 

*પ્ર. ૨૫.* હિન્દુ-પૌરાણિક મત કેટલો જૂનો છે ? 

*ઉત્તર :* હિન્દુ-પૌરાણિક મત લગભગ ૨૨૦૦ વર્ષ જૂનો છે. 

*પ્ર. ૨૬*. ખ્રિસ્તી મત કેટલો જૂનો છે? 

*ઉત્તર :* ખ્રિસ્તી મત લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો છે. 

*પ્ર. ૨૭.* ઈસ્લામ મત કેટલો જૂનો છે ? 

*ઉત્તર :* ઈસ્લામ મત લગભગ ૧૪૦૦ વર્ષ જૂનો છે. 

*પ્ર. ૨૮.* શીખ મત કેટલો જૂનો છે ? 

*ઉત્તર :* શીખ મત લગભગ ૫૦૦ વર્ષ જૂનો છે. 

*પ્ર. ૨૯*. બ્રહ્માકુમારી, રાધાસ્વામી , સ્વામીનારાયણ, સ્વાધ્યાય પરિવાર, આનંદમાર્ગ વગેરે સંપ્રદાયો કેટલા જૂના છે? 

*ઉત્તર :* આપણા દેશમાં પ્રચલિત ઉપર જણાવેલ અને તેના જેવા સેંકડો સંપ્રદાયો ૧૦૦-૧૫૦ વર્ષથી જ શરૂ થયેલ છે. 

*પ્ર. ૩૦.* ઈશ્વરની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું ક્યારથી શરૂ થયું? 

ઉત્તર : ઈશ્વરની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં શરૂ થયું. તેનાથી પહેલાં લોકો નિરાકાર ઈશ્વરની જ ધ્યાન પદ્ધતિથી ઉપાસના કરતા હતા. 

*પ્ર. ૩૧.* વેદ આધારિત ધર્મના લક્ષણો કયા છે ? 

*ઉત્તર :* વેદ આધારિત ધર્મના લક્ષણો - ધીરજ રાખવી, ક્ષમા, મન પર નિયંત્રણ, ચોરી ન કરવી, પવિત્રતા, ઈન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ વધારવી, જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત કરવું, સત્ય બોલવું તથા ક્રોધ ન કરવો તે છે. 

*પ્ર. ૩૨.* પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થયા ?

*ઉત્તર :* પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય હિમાલયની શિવાલિક પર્વતમાળામાં ઉત્પન્ન થયા. 

*પ્ર. ૩૩.* આર્ય કોને કહેવાય ? 

*ઉત્તર :* ઉત્તમ ગુણ-કર્મ- સ્વભાવવાળા મનુષ્ય આર્ય કહેવાય છે. 

*પ્ર. ૩૪.* શું આર્ય લોકો ભારતમાં બહારથી આવ્યા હતા ? 

*ઉત્તર :* ના, આર્ય લોકો ભારતમાં બહારથી આવેલ નથી. ભારતવર્ષના જ મૂળનિવાસી છે.

*પ્ર. ૩૫*. ઇતિહાસમાં એવું ભણાવવામાં આવે છે કે આર્યો ભારતમાં બહારથી આવેલ છે ? 

*ઉત્તર :* ઇતિહાસમાં ખોટું ભણાવાય છે. આર્યલોકો ભારત બહારથી આવ્યા હોય તેવા કોઈ પુરાવા આપણા ઇતિહાસ-ગ્રંથોમાં નથી મળતાં. 

*પ્ર. ૩૬*. ચક્રવર્તી સમ્રાટ કોને કહેવાય? 

*ઉત્તર :* સંપૂર્ણ પૃથ્વીના રાજાને ચક્રવર્તી સમ્રાટ કહે છે. 

*પ્ર. ૩૭.* ચક્રવર્તી સમ્રાટ ક્યારે થયા હતા ? 

*ઉત્તર :* સૃષ્ટિના આરંભથી લઈને મહાભારતના સમય સુધી આ પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ જ શાસન કરતા રહ્યા છે.

*પ્ર. ૩૮.* અંતિમ ચક્રવર્તી રાજા કોણ હતા ? 

*ઉત્તર :* અંતિમ ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર હતા. 

*પ્ર. ૩૯.* પૃથ્વી પર વૈદિક સામ્રાજ્ય ક્યાં સુધી રહ્યું ? 

*ઉત્તરઃ* પૃથ્વી પર વૈદિક સામ્રાજય સૃષ્ટિના આરંભથી લઈને મહાભારત કાળ સુધી અર્થાત્ લગભગ ૧,૯૬,૦૮,૪૮,૦૦૦ વર્ષ સુધી રહ્યું.

*પ્ર. ૪૦.* વૈદિક કાળમાં વિશ્વના લોકો કયા ઈશ્વરને માનતા હતા ? 

*ઉત્તર :* વૈદિક કાળમાં વિશ્વના લોકો કેવળ એક નિરાકાર ઈશ્વરને માનતા હતા. 

*પ્ર. ૪૧.* વૈદિક સામ્રાજ્યના કાળમાં વિશ્વની શાસનની ભાષા કઈ હતી ? 

*ઉત્તર :* વૈદિક સામ્રાજયના કાળમાં વિશ્વની શાસનની ભાષા સંસ્કૃત હતી. 

*પ્ર. ૪૨.* વૈદિક કાળમાં શિક્ષણ પદ્ધતિ કઈ હતી ? 

*ઉત્તર :* વૈદિક કાળમાં શિક્ષણ પદ્ધતિ ગુરૂકુલીય હતી.

*પ્ર. ૪૩.* વૈદિક ધર્મમાં વ્યક્તિગત જીવનને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે ? 

*ઉત્તર :* વૈદિક ધર્મમાં વ્યક્તિગત જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે, જેને ચાર આશ્રમ કહે છે. 

*પ્ર. ૪૪.* ચાર આશ્રમો કયા કયા છે? 

*ઉત્તર :* ચાર આશ્રમો - (૧) બ્રહ્મચર્ય આશ્રમ (૨) ગૃહસ્થ આશ્રમ (૩) વાનપ્રસ્થ આશ્રમ અને (૪) સંન્યાસ આશ્રમ છે. 

*પ્ર. ૪૫.* વૈદિક ધર્મમાં ગુણ, કર્મ અને સ્વભાવના આધારે માનવ સમાજને કેટલા ભાગોમાં વહેંચવામાં આવેલ છે અને તેમના નામ જણાવો?

*ઉત્તર :* વૈદિક ધર્મમાં ગુણ, કર્મ અને સ્વભાવના આધારે માનવ સમાજને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે. તેમના નામ 

(૧) બ્રાહ્મણ 

(૨) ક્ષત્રિય 

(૩) વૈશ્ય અને 

(૪) શૂદ્ર છે.


"પ્રાચીન વૈદિક - સૈદ્ધાંતિક જ્ઞાન પ્રશ્ર્નોત્તરી"*   Part 2


*પ્ર. ૪૬.* શું વૈદિક ધર્મમાં ઈશ્વર અવતાર લે છે તેમ બતાવેલ છે ?

*ઉત્તર :* વૈદિક ધર્મમાં ઈશ્વર અવતાર લે છે તેવું વિધાન નથી કારણકે ઈશ્વર સર્વવ્યાપક, નિરાકાર હોવાથી તેનો અવતાર થવો સંભવ નથી. 

*પ્ર. ૪૭.* વૈદિકધર્મીને માટે કયા કાર્ય કરવા અનિવાર્ય છે ? 

*ઉત્તર :* વૈદિકધર્મીને માટે પંચમહાયજ્ઞ કરવા અનિવાર્ય છે. 

*પ્ર. ૪૮*. પંચમહાયજ્ઞો કયા કયા છે ? 

*ઉત્તર :* પંચમહાયજ્ઞો 

(૧) બ્રહ્મયજ્ઞ (ઈશ્વરનું ધ્યાન તથા વેદનો અભ્યાસ), 

(૨) દેવયજ્ઞ (હવન કરવો), 

(૩) પિતયજ્ઞ (માતા-પિતા, વડીલોની સેવા કરવી), 

(૪) અતિથિયજ્ઞ (વિદ્વાન, સંન્યાસી, સમાજસેવક વ્યક્તિઓનો સત્કાર કરી તેમની પાસેથી માર્ગદર્શન લેવું.), 

(૫) બલિવૈશ્વદેવયજ્ઞ (પશુ, પક્ષી, અનાથ, વિકલાંગ આદિની સેવા કરવી) છે. 

*પ્ર. ૪૯* વૈદિક ધર્મમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે અન્ય કયા વિધિવિધાન બતાવ્યા છે ?

*ઉત્તર :* વૈદિક ધર્મમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સોળ સંસ્કાર કરવાનું વિધાન છે.

*પ્ર. ૫૦.* સોળ સંસ્કારોના નામ જણાવો ? 

*ઉત્તર :* સોળ સંસ્કારોના નામ નીચે મુજબ છે. 

(૧) ગર્ભાધાન 

(૨) પુંસવન 

(૩) સીમંતોન્નયન 

(૪) જાતકર્મ 

(૫) નામકરણ 

(૬) અન્નપ્રાશન 

(૭) નિષ્ક્રમણ 

(૮) ચૂડાકર્મ (બાબરી) 

(૯) કર્ણવેધ 

(૧૦) ઉપનયન 

(૧૧) વેદારંભ 

(૧૨) સમાવર્તન 

(૧૩) વિવાહ (લગ્ન) 

(૧૪) વાનપ્રસ્થ 

(૧૫) સંન્યાસ અને 

(૧૬) અંત્યેષ્ટિ

*પ્ર. ૫૧.* વૈદિકધર્મી એકબીજાને જ્યારે મળે ત્યારે કયા શબ્દથી અભિવાદન 

કરે છે ? 

*ઉત્તર :* વૈદિકધર્મી એકબીજાને જયારે મળે ત્યારે “નમસ્તે' શબ્દથી 

અભિવાદન કરે છે. (તેનો અર્થ હું તમારું સમ્માન કરું છું તેવો થાય છે.)

*પ્ર. ૫૨.* શું વૈદિક ધર્મમાં ત્રુટિ, ભૂલ, દોષ પાપને માટે ઈશ્વર તરફથી ક્ષમા કરવાનું વિધાન છે ? 

*ઉત્તર :* વૈદિક ધર્મમાં ત્રુટિ, ભૂલ, દોષ, પાપને માટે ઈશ્વર તરફથી ક્ષમા કરવાનું વિધાન છે. 

*પ્ર. પ૩.* દર્શનશાસ્ત્ર કેટલાં છે અને તેમનાં નામ કયા કયા છે ? 

*ઉત્તર :* દર્શનશાસ્ત્ર ૬ છે : 

(૧) યોગ દર્શન, 

(૨) સાંખ્ય દર્શન, 

(૩) વૈશેષિક દર્શન, 

(૪) ન્યાય દર્શન,

(૫) મીમાંસા દર્શન અને

(૬) વેદાંત દર્શન. 

*પ્ર. ૫૪.* વેદોનાં અંગ કેટલાં છે અને તેમનાં નામ કયા કયા છે ? 

*ઉત્તર :* વેદોનાં અંગ ૬ છે : 

(૧) શિક્ષા 

(૨) કલ્પ 

(૩) વ્યાકરણ 

(૪) નિરુક્ત 

(૫) છંદ અને 

(૬) જ્યોતિષ. જ્યોતિષને વેદના ચક્ષુ "આંખ" કહેવાય છે. 

*પ્ર. પપ.* વેદોના આધારે ઋષિઓએ બનાવેલ સામાજિક વિધિવિધાન તથા 

આચારસંહિતાનો પ્રસિદ્ધ, પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ કયો છે ? 

*ઉત્તર :* વેદોના આધારે ઋષિઓએ બનાવેલ સામાજિક વિધિવિધાન તથા 

આચારસંહિતાનો પ્રસિદ્ધ, પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ 'મનુસ્મૃતિ' છે. 

*પ્ર. પ૬.* શું વૈદિક ધર્મમાં આભડછેટ (છૂત-અછૂત), જાતિભેદ, જાદુટોણા, 

દોરાધાગા, તાવીજ, શુભ-અશુભ, ફલિત જ્યોતિષ, જન્મકુંડળી. હસ્તરેખા, નવગ્રહ પૂજા, નદીમાં નહાવું, બલિપ્રથા, સતિપ્રથા, માંસાહાર, મદ્યપાન, બહુવિવાહ, ભૂત-પ્રેત, મૃતકોના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેના વિધાન છે? 

*ઉત્તર :* વૈદિક ધર્મમાં આભડછેટ (છૂત-અછૂત), જાતિભેદ, જાદુટોણા દોરાધાગા, તાવીજ, શુભ-અશુભ, નવગ્રહ પૂજા, નદીમાં નહાવું, બલિપ્રથા, સતિપ્રથા, માંસાહાર, મદ્યપાન, બહુવિવાહ, ભૂત-પ્રેત, મૃતકોના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેના વિધાન નથી. 

*પ્ર. ૫૭.* વૈદિક ધર્મમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય/ ઉદ્દેશ્ય/ પ્રયોજન શું 

બતાવવામાં આવ્યું છે ? 

*ઉત્તર :* વૈદિક ધર્મમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય/ ઉદ્દેશ્ય/ પ્રયોજન બધાં જ દુ:ખોથી છુટકારો અને પૂર્ણ આનંદને પ્રાપ્ત કરવાનું બતાવેલ છે. 

*પ્ર. ૫૮.* બધાં જ દુ:ખોથી છુટવું કેવી રીતે સંભવ છે ? 

*ઉત્તર :* આધ્યાત્મિક અજ્ઞાનના નષ્ટ થવાથી બધાજ દુ:ખોથી છુટવું સંભવ છે. 

*પ્ર. પ૯.* આધ્યાત્મિક અજ્ઞાન કેવી રીતે નષ્ટ થાય છે ? 

*ઉત્તર :* આધ્યાત્મિક અજ્ઞાન ઈશ્વર દ્વારા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન પ્રદાન કરવાથી નષ્ટ થાય છે. 

*પ્ર. ૬૦.* ઈશ્વર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન ક્યારે આપે છે ?

*ઉત્તર :* ઈશ્વર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન મનની સમાધિ અવસ્થામાં આપે છે. 

*પ્ર. ૬૧.* સમાધિની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય છે ? 

*ઉત્તર :* સમાધિની અવસ્થા અષ્ટાંગ યોગની વિધિથી મન, ઈન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ કરવાથી પ્રાપ્ત થાય છે. 

*પ્ર. ૬૨.* મન, ઈન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ કેવી રીતે થાય છે? 

*ઉત્તર :* મન, ઈન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ આત્માનો સાક્ષાત્કાર કરવાથી 

થાય છે.

*પ્ર. ૬૩.* આત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય છે ? 

*ઉત્તર :* આત્માનો સાક્ષાત્કાર આત્માથી સંબંધિત વિજ્ઞાનને ભણીને, 

વિચારીને, નિર્ણય લઈને, દઢ નિશ્ચય કરીને, તપસ્યા અને

પુરુષાર્થપૂર્વક કાર્યો કરવાથી થાય છે. 

*પ્ર. ૬૪.* ઈશ્વરનું ધ્યાન કરવાથી શું લાભ થાય છે ? 

*ઉત્તર :* ઈશ્વરનું ધ્યાન કરવાથી મન ઉપર અધિકાર થઈ જાય છે, ઈન્દ્રિયો પર નિયંત્રણ થાય છે, એકાગ્રતા વધે છે, સ્મૃતિ શક્તિ તેજ થાય છે, બુદ્ધિ સાચો અને ત્વરિત જ નિર્ણય કરનારી બને છે, આત્મિક બળ વધે છે. ધેર્ય, સહનશક્તિ, ક્ષમા, દયા, નિષ્કામતાની વૃદ્ધિ થાય છે અને વિશેષ આનંદ, શાન્તિ, નિર્ભિક્તાની પ્રાપ્તિ થાય છે. 

*પ્ર. ૬૫.* મનુષ્ય દુ:ખી કેમ થાય છે ? 

*ઉત્તર :* મનુષ્ય રાગ, દ્વેષ અને મોહ અર્થાત્ અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. 

*પ્ર. ૬૬.* વૈરાગ્યનો અર્થ શું છે ? 

*ઉત્તર :* વૈરાગ્ય એટલે રાગ-દ્વેષથી રહિત, એષણાઓથી રહિત, લૌકિક સુખ લેવાની ઈચ્છાઓથી રહિત નિષ્કામ ભાવનાથી કર્તવ્ય કર્મો કરવા. 

*પ્ર. ૬૭.* આધ્યાત્મિકત જ્ઞાન શબ્દનો અર્થ શું છે ? 

*ઉત્તર :* આધ્યાત્મિકત જ્ઞાન એટલે આત્મા, પરમાત્મા, મન, બુદ્ધિ, મોક્ષ, બંધન, પુનર્જન્મ, કર્મ અને તેનું ફળ, સંસ્કાર, સમાધિ વગેરે વિષયોની યથાર્થ સમજ અને તે પ્રમાણે આચરણ કરવું. 

*પ્ર. ૬૮.* મનુષ્યના મનમાં અશાંતિ, ભય, ચિંતા કેમ ઉત્પન્ન થાય છે ? 

*ઉત્તર :* મનુષ્યના મનમાં અશાંતિ, ભય, ચિંતા પાપ કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે. 

*પ્ર. ૬૯.* પાપ કોને કહે છે ? 

*ઉત્તર :* અધર્માચરણને પાપ કહે છે.


સંકલન: દિનેશ શાસ્ત્રી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્વાસ્થ્ય: ચાર પાસાંઓનો મુદ્દો - શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક

જાપાની આદતોએ 47 દિવસમાં મારું સ્વાસ્થ્ય સુધાર્યું - ભારત માટે એક શાકાહારી અભિગમ

જૉન પર્કિસની પુસ્તકThe Power of Moving On — વિગતવાર ગુજરાતી સારાંશ